Monday, July 27, 2009

મુંબઈ 2003 બ્લાસ્ટઃ બધા આરોપીઓ દોષિત જાહેર


મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા અને ઝવેરી બજાર ખાતે છ વર્ષ પહેલા થયેલા બોમ્બ વિસ્ફોટનો ચુકાદો આજે વિશેષ પોટા કોર્ટે આપ્યો હતો. કોર્ટે ટ્વિન બ્લાસ્ટના ત્રણેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચોથી ઓગસ્ટના રોજ કોર્ટ ત્રણેય આરોપીઓને સજાની સુનાવણી કરશે. ત્રણેય આરોપીઓને ફાંસી સુધીની સજા થઈ શકે છે. સ્પેશિયલ પોટા કોર્ટના ન્યાયધિશ એમ આર પુરાનિકે હનિફ સૈયદ, તેની પત્ની ફહમીદા અને અશરફ અન્સારીને મુંબઈ બ્લાસ્ટ સંદર્ભે દોષિત જાહેર કર્યા હતા. બ્લાસ્ટની આરોપી ફહમીદાને છ વર્ષ સુધી ભાયખલાની મહિલા જેલમાં રાખવામાં આવી હતી. જ્યારે અન્ય બે આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા. 25 ઓગસ્ટ 2003ના રોજ મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા અને ઝવેરી બજાર ખાતે થયેલા બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

No comments:

Post a Comment